Home/ Detail Info
Back

ABOUT BOOK


કાતિલ કાર્ટેલ મેક્સિકોની કાતિલ કાર્ટેલ ગુજરાતમાં ઘુસાડી રહ્યું છે ડેડલી ડ્રગ્સ્, જેમાં સંડોવાય છે… કેન્દ્રના એક વગદાર મિનિસ્ટર જયરાજ પટેલ – એના જમાઈ ડૉ. સમીર તથા એની ગર્લફ્રૅન્ડ ટીવી ચૅનલની નખરાળી બ્યૂરો ચીફ નતાશા… આ દરમિયાન, બાહોશ પત્રકાર અનુપ એકઠી કરે છે આ કાવતરાની સ્ફોટક વીડિયો ક્લિપ્સ… અને પછી અનુપ પર થાય છે ખૂની હુમલો... ઘવાયેલો અનુપ કોમામાં સરકી જાય છે… અને એનો પેલા વીડિયો ફૂટેજવાળો મોબાઇલ થાય છે ગુમ… આ તબક્કે પ્રવેશે છે રાતોરાત કરોડો કમાઈ લેવાની ખ્વાહિશ જોતી એક બિન્ધાસ્ત – ચાલબાજ યુવતી શાલિની, જેના હાથમાં આવી ગયો છે પેલો તેજાબી પુરાવાવાળો મોબાઇલ… મંત્રીના જમાઈ સમીરને મોબાઇલ પરત આપવા તૈયાર છે શાલિની – બદલામાં માગે છે રોકડા રૂ. 11 કરોડ! …અને પછી મોબાઇલ પર કબજો મેળવવા ખેલાય છે કેવા કેવા લોહિયાળ જંગ…! હવે સવાલ એ છે કોમામાં સરકી ગયેલા પત્રકાર અનુપનું શું થયું? ડ્રગ્સ-મની લોન્ડ્રિંગમાં સપડાયેલા મંત્રી અને જમાઈ સમીર-નતાશાનું શું થશે? ...અને હા, 11 કરોડ રોકડા અને પેલી શાલિનીનું શું થયું? વૅલ, ઉત્તેજના-ઉત્કંઠા અને રોમાંચ જગાડતી આ દિલધડક ક્રાઇમકથાના બધા જ ભેદ-ભરમ જાણવા-ઉકેલવા તમારે ભરત ઘેલાણી-પાર્થ નાણાવટી સર્જીત ‘કાતિલ કાર્ટેલ’ વાંચવી જ પડશે… ઓવર ટુ પ્રકરણ – પહેલું…!

DETAILS


Title
:
Katil Cartel
Author
:
Parth Nanavati - Bharat Ghelani (પાર્થ નાણાવટી - ભરત ઘેલાણી)
Publication Year
:
2024
Translater
:
-
ISBN
:
9789361973123
Pages
:
222
Binding
:
Paperback
Language
:
Gujarati