Home/ Detail Info
Back

ABOUT BOOK


જાણીતા ડિટેક્ટિવ હર્ક્યુલ પોઇરોને એક રહસ્યમય પત્ર મળે છે, જેમાં નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે… અને પછી શરૂ થાય છે, પત્રમાં જણાવેલ ભેદી મૂળાક્ષરોના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો…


એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેક્ષહિલ બીચ ઉપર ફ્લર્ટી વેઇટ્રેસ એલિઝાબેથ ‘બેટી’ બર્નાર્ડની હત્યા થઈ અને શ્રીમંત એવા સર કાર્માઈકલ ક્લાર્કને ચર્સ્ટન ખાતેના તેમના ઘરે પોઢાડી દેવામાં આવ્યા.


આ સિલસિલાબંધ હત્યાઓથી પૂરું શહેર હચમચી જાય છે. સૌને મોઢે એક જ પ્રશ્ન : કોણ હોઈ શકે હત્યારો? એશરની ભત્રીજી મેરી ડ્રોવર, બેટીની મિત્ર ડોનાલ્ડ ફ્રેઝર કે મોટી બહેન મેગન બર્નાર્ડ કે પછી સર કાર્માઈકલના કલિગ થોરા ગ્રે કે ભાઈ ફ્રેંકલિન ક્લાર્ક – આ સૌ શંકાના દાયરામાં છે.


જોકે દરેક હત્યામાં એક સમાનતા પણ દેખાય છે – હત્યાના સ્થળે સિલ્કનાં કપડાં વેચતો એક ભેદી માણસ!


ભેદ ઉકેલાવાને બદલે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. શું હર્ક્યુલ પોઇરો આ સિરિયલ કિલરને શોધી શકશે?


અંત સુધી રહસ્યથી જકડીને તમને અનેક ઘટનાઓ વચ્ચેથી આશ્ચર્યજનક અંત સુધી લઈ જતી આ રહસ્યકથા ફરી એકવાર રહસ્યની રાણી તરીકે જાણીતાં અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો પરિચય કરાવે છે.


વિશ્વસાહિત્યના ઇતિહાસમાં ‘અગાથા ક્રિસ્ટી’ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો સૌથી વધુ સંખ્યામાં વંચાયાં છે. તેમનાં પુસ્તકો દુનિયાની અનેક ભાષામાં પ્રકાશિત થયાં છે અને 200 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

DETAILS


Title
:
The Serial Killer
Author
:
Agatha Christie (અગાથા ક્રિસ્ટી)
Publication Year
:
2024
Translater
:
Nitin Bhatt
ISBN
:
9789361971792
Pages
:
208
Binding
:
Paperback
Language
:
Gujarati