ચિત્રકાર અમાયસની ક્રૂર હત્યા કરવામાં આવે છે અને તેના માટે દોષિત ઠરાવાય છે તેની સરળ અને સુંદર પત્ની કૅરોલિનને. સોળ વર્ષ બાદ તેમની યુવાન દીકરી કાર્લા પેલા હત્યારાને બેનકાબ કરીને પોતાની માતાને નિર્દોષ સાબિત કરવાનું બીડું ઝડપે છે, અને તે માટે વિશ્વપ્રસિદ્ધ જાસુસ હરક્યુલ પોઈરોની મદદ લે છે.
એ હત્યાને અંજામ આપનાર કોણ હશે? અમાયસનો જિગરી મિત્ર અને શેરબજારનો અઠંગ ખેલાડી ફિલિપ કે ધનિક સેલિબ્રિટી અને ત્રણ વાર પરણેલી, અમાયસની પ્રેમિકા એલ્સા?
પોઈરોની શંકાની સોય તો કૅરોલિનની સાવકી બહેન ઍન્જેલા અને તેની નર્સ સિસિલિઆ ઉપર પણ મંડાય છે.
કે પછી… બીજું જ કોઈ છે આ હત્યા પાછળ?
શું પોઈરો સોળ વર્ષ જૂનો આ પેચીદો કેસ ઉકેલી શકશે?
Stay Tuned…. Queen of Crime અગાથા ક્રિસ્ટીની આ ક્લાસિક થ્રિલર છેલ્લા પાના સુધી તમને જકડી રાખશે.