Home/About Us
Back

About Us

લોકમિલાપની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે થઈ.

સિત્તેર વરસો દરમ્યાન 'મિલાપ' માસિકનું પ્રકાશન, ગુજરાતના વિવિધ શહેરોમાં દર મહિને પુસ્તક-મેળા, ભાવનગરમાં દર રવિવારે દેશ-વિદેશની ઉત્તમ બાળફિલ્મો બતાવવી, ગાંધી-શતાબ્દી નિમિતે 1969માં વિદેશોમાં ભારત વિશેનાં ઉત્તમ 400 પુસ્તકોનું Discovering India પ્રદર્શન, ઉત્તમ પુસ્તકો તદ્દન ઘટાડેલ દરે પ્રજાના વિશાળ વર્ગ સુધી પહોંચે તે માટેની આગોતરા ગ્રાહક યોજનાઓ - આવી અનેક પ્રવૃત્તિઓ કરવાનું સૌભાગ્ય લોકમિલાપને મળેલ છે.

સાત દાયકા પ્રવૃત્ત રહ્યાં પછી 2020માં ભાવનગરનો વિશાળ પુસ્તક-ભંડાર બંધ કર્યો અને Online પુસ્તક-વેચાણની પ્રવૃત્તિ શરૂ કરી. વાચકોની માગણી અને અનુકૂળ સંજોગો સર્જાતા 2024 માં ફરી લોકમિલાપની નાનકડી બુક શોપ શાંત વિસ્તારમાં શરૂ કરી છે જ્યાં પુસ્તક-પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે. આ પુસ્તક ભંડારમાં વિવિધ પ્રકાશકોનાં ચૂંટેલા પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવેલા જોવા-ખરીદવા મળશે. અહીંયા ગુજરાતી તથા અંગ્રેજી બાળસાહિત્યનો વિશાળ વિભાગ પણ છે.

Contact Us

Lokmilap
102, Shanti Tirth Apartment,
Fulwadi Crossroad, Hill Drive
Bhavnagar 364001
Phone: +91 873491 8888
Email: info@lokmilap.com