Author : Kumud Verma (કુમુદ વર્મા)
લેખક: કુમુદ વર્મા
પુસ્તકનું નામ: તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો ?
પાના: 175
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
ગૅઝેટ્સથી પ્રભાવિત આજની દુનિયામાં બાળકોનો ઉછેર ભવિષ્યમાં પણ ગૅઝેટ્સ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ આ બધા પરથી આપણું ધ્યાન દોરીને, બાળકોને આકર્ષિત કરે તેવી રૂપરેખા આપીને તેમને વિચારવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો વિષય છે. વિવિધ માધ્યમો દ્વારા જુદાં જુદાં પૅરન્ટ્સના ઇન્ટરવ્યૂના આધારે તેમજ તેમના અનુભવો દ્વારા મુખ્ય મુદ્દાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. પૅરન્ટ્સની સમસ્યાઓ તેમનાં બાળકો પર કેવી રીતે અસર કરે છે તે વિશે પૅરન્ટ્સ પોતે પણ વિચારતાં નથી. ઇન્ટરનેટ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જે સગવડ આપણે બાળકોને આપીએ છીએ તેની ક્યાં અને કેવી અસરો પડે છે તે બાબતે પણ સૌએ ચિંતન કરવાની જરૂર છે. અહીં કેટલીક વાસ્તવિક ઘટનાઓ આપવામાં આવી છે, જે જાણતાં-અજાણતાં પણ બાળકો પર માનસિક દબાણ લાવે છે. આ પુસ્તકમાં કેટલાક જટિલ અને વણઉકેલાયેલા મુદ્દાઓ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકે એ માટે દરેક વાલીઓને જાગૃત કરવાનો લેખકનો એક મહાન પ્રયાસ આ પુસ્તકમાં બતાવવામાં આવ્યો છે. ‘તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો?’ એ માત્ર પુસ્તક જ નહીં, બાળકોના બૌદ્ધિક વિકાસ માટેનો ટૅકગુરુ પણ છે!