આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞાનની ઝંખના કેવી હોય, એ વહેંચવા માટે એ કેવો તલપાપડ હોય એવા અધ્યાપક એટલે નિરંજન ભગત.
આપણે ત્યાં કવિઓ ઘણા છે, કવિતાઓ પણ ઘણી છે. એવા સમયમાં કવિ તરીકે પૂરતી પ્રતિષ્ઠા પામ્યા પછી એકાએક કવિ કવિતા કરવાનું બંધ કરી દે અથવા તો કવિતા નથી લખાતી એમ સ્વીકાર કરે એવા કવિઓ પણ શોધવા પડે. નિરંજન ભગત એવા કવિ છે, જે વધુ તો કવિતાપ્રેમી છે. એમને કવિતાનું શિક્ષણ પ્રસરે એમાં રસ છે તેથી એ વિશ્વભરની કવિતામાં રસ લે છે, એનો અભ્યાસ કરે છે અને ભાવકોને કવિતામાં તરબોળ કરે છે.
ભણેલી વ્યક્તિ કેવી હોય એનો પણ એક આદર્શ નિરંજન ભગત પૂરો પાડે છે. એમની કવિતામાં તો એ ગુણો છે જ. પણ એમનો વ્યવહાર પણ એને અનુરૂપ જોવા મળે છે.
આવા નિરંજન ભગત વિશે બહુ જ થોડાં પ્રકરણોમાં એમનું વ્યક્તિત્વ ઊભું કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે, તે સાથે એમની કવિતાની અને એમના વ્યક્તિત્વની થોડી ઝલક કાવ્યો અને તસવીરોમાં મળે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
લેખન - સંપાદન: Dankesh ઓઝા
પુસ્તકનું નામ: નિરંજન ભગત
પાના: 92
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી