Author : A.K.Gandhi (એ.કે.ગાંધી)
અંબાણી પરિવાર એ ભારતીય ઉદ્યોગજગતનું ઘરેણું અને ગૌરવ છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને દેશપ્રેમનાં બળે આ પરિવાર છેલ્લાં કેટલાક દાયકાઓથી દેશને અને દુનિયાને ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે, આ યાત્રા અવિરતપણે ચાલે એ રીતે આ ઉદ્યોગપરિવાર હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે.
ધીરુભાઈ અંબાણીએ સ્થાપેલી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપની’એ નવી નવી ક્ષિતિજો ખોલીને વિશ્વસ્તરે જે નામના મેળવી છે એની પાછળ મુકેશ અંબાણીની સ્વપ્નસિદ્ધ કામનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ધીરુભાઈએ મેળવેલી સફળતાને મુકેશ અંબાણીએ નવાં શિખરો પર પ્રસ્થાપિત કરી, ધીરુભાઈની વિરાસત સમી સાહસિકતાને અને દૂરંદેશીને મુકેશ અંબાણીએ પોતાની ઍસેટ બનાવી છે, જેણે ભારતીય ઉદ્યોગજગતમાં ટોચનું સ્થાન બનાવ્યું છે.
ધીરુભાઈ ઉદ્યોગપતિ હતા તો મુકેશ સવાયા ઉદ્યોગપતિ બનીને પોતાના ઔદ્યોગિક રજવાડાને હરિયાળું કેવી રીતે રાખી શક્યા, એનો રોડ મેપ તમને આ પુસ્તકના પાને પાને જોવા જાણવા મળશે.