શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લોન એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો? ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી ગાથાઓ સમાયેલી છે. તેમણે અસુરોનો વધ કર્યો અને પોતાના ભક્તોનું યોગ્ય રક્ષણ પણ કર્યું. આ અનુપમ સંગ્રહમાં પાર્વતીથી લઈને અશોકસુંદરી અને ભામતીથી લઈને મંદોદરી સુધીની અનેક મોહક અને નિર્ભય નારીઓનું અચરજ થાય તેવું વર્ણન કરવામાં આવ્યું છે. આ નારીઓએ જરૂર પડી ત્યારે દેવતાઓ વતી યુદ્ધોનું નેતૃત્વ પણ કર્યું અને સમય આવ્યે પોતાનાં પરિવારનો મજબૂત આધાર પણ બની. આ એવી આદર્શ નારીઓની વાતો છે જે પોતે જ પોતાના ભાગ્યની નિર્માતા પણ હતી. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિ અહીં તમને એક એવા સશક્ત પ્રવાસ ઉપર લઈ જાય છે, જ્યાં ભુલાઈ ગયેલી એ આદર્શ નારીઓની વાતો વાંચીને તમને તમારા જીવનમાં આવેલી મજબૂત સ્ત્રીઓની યાદ આવશે.