Unicorn Mindsetનું અદ્ભુત વિજ્ઞાન
ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે.
આ સૌ નવા Startup’sની સફળતા ધીરુભાઈ અંબાણીના success મંત્ર – ‘ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર કોઈનો ઇજારો નથી.’ને સાકાર કરતાં દેખાય છે.
ગુજરાતીઓના તો જિન્સમાં જ ધંધો-વેપાર અને કઈંક નવું કરવાની આદત હોય છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે કઈંક ‘હટકે’ વિચારે છે અને પોતાના બિઝનેસ વિચારને `વિરાટ સફળતા’માં ફેરવવા માંગે છે.
પણ, આવું કરવા માટે શું-શું કરવું જોઈએ?
Unicorn Mindset કેવી રીતે Develop કરી શકાય?
Startup કેવી રીતે શરૂ કરી શકાય?
Startupની Step-by-Step પ્રક્રિયા શું હોય?
આવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાંથી તમને મળશે.
ગુજરાતી ભાષામાં Startup ઉપર લખાયેલું આ સૌપ્રથમ પુસ્તક તમને અત્યંત ઉપયોગી થશે.