શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથી મેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન.
શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય જ છે એ હવે સાબિત થઈ ગયું છે. રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકૃષ્ણ દામાણી જેવા અનેક ઇન્વેસ્ટરોએ ભારતીય રોકાણકારોને નવી દિશા બતાવી છે.
શૅરબજારમાંથી કરોડોની કમાણી કરી જ શકાય છે…. પણ કેવી રીતે?
આ પુસ્તકમાં શૅરબજારમાં સાચી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલા બતાવવામાં આવી છે. શૅરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટમાં અસરકારક રહેલા સિદ્ધાંતો અને શૅરબજારની કામગીરીને સમજવી અનિવાર્ય છે. ભારતના શૅરબજાર આધારિત આ પુસ્તક તમને એ સાચી અને સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલા શીખવશે, જેને તમે સરળતાથી સમજીને અમલમાં મૂકી શકશે.
તો હવે, રાહ શેની જુઓ છો…?