Author : Mahesh Dutt Sharma (મહેશ દત્ત શર્મા)
‘ભારતના વૉરેન બફેટ’ અને ‘શૅરબજારના રાજા’ ગણાતા Investor અને બિઝનેસ મેગ્નેટ રાકેશ ઝુનઝુનવાલાનું નામ ઘરેઘરે જાણીતું છે. માત્ર રૂ. 5,000ની મૂડી સાથે શરૂ કરેલા Investmentથી તેઓ રૂ. 45,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શક્યા.
શું ભારતમાં આવું કરવું શક્ય છે? આ કેવી રીતે થઈ શકે? આવી સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? શું આવું તમે પણ કરી શકો? આવા વિચારો તમને પણ આવતાં જ હશે? તો, એનો જવાબ છે – હા, આવું કરવું શક્ય છે અને તમે પણ આવી વિરાટ સફળતા મેળવી શકો છો.
રાકેશ ઝુનઝુનવાલા ભારતના Intelligent Investor ગણાય છે. જે રીતે અમેરિકામાં વૉરેન બફેટે શૅરબજારમાં યોગ્ય Investment દ્વારા વિરાટ સંપત્તિનું સર્જન કર્યું એ જ રીતે ભારતમાં રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની કર્તવ્યનિષ્ઠા, સખત પરિશ્રમ અને બુદ્ધિમત્તાથી સોનેરી સફળતા મેળવી છે.
રાકેશ ઝુનઝુનવાલાના નિયમો બહુ જ અકસીર અને સમયની પાર ઊતરેલાં છે. તેઓ કહે છે કે, ‘રોકાણ બહુ જ સમજદારી અને ધીરજથી કરવું. મહેનતની કમાણીનું રોકાણ કરતાં પહેલાં પૂરતો અભ્યાસ કરવો. ફાલતુ ટિપ્સથી તો દૂર જ રહેવું.’ આવી અનેક વાતો અને અનુભવો ધરાવતું આ પુસ્તક તમને બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના સફળ જીવનથી તો પરિચિત કરાવશે જ અને અત્યંત જટિલ અને અનિશ્ચિત સ્ટૉક માર્કેટમાં યોગ્ય રોકાણ કરવા, નુકસાનથી બચીને સોનેરી સફળતા કેવી રીતે મેળવી શકાય તેની પરફેક્ટ ટિપ્સ પણ આપશે.