પુસ્તકસમીક્ષા કે વિવેચન મારી સર્જનપ્રવૃત્તિમાં નગણ્ય સ્થાન ધરાવે છે. વિવેચન વાંચવું ગમે, પરંતુ એ લખવામાં રુચિ નહીં. એથી મેં એ દિશામાં સભાનતાપૂર્વક કામ કર્યું નથી. પુસ્તક વાંચવા લઉં ત્યારે મુગ્ધ ભાવકની જેમ એનો આનંદ માણું. કોઈ કૃતિ ગમે તો માથે ચડાવું, સર્જક સાથે વાત કરવાની શક્યતા હોય તો મારો આનંદ એમના સુધી પહોંચાડું. ગમી ગયેલી રચના મનોમન વાગોળતો રહું અને મિત્રો સાથે એની વાતો કરું. કૃતિમાં કશું ગમે નહીં તો એનાં કારણો વિચારું. આમ મારી પુસ્તકસમીક્ષાની પ્રવૃત્તિ બહુધા મનોગત રહી છે.
લેખક: વીનેશ અંતાણી
પુસ્તકનું નામ: અભિમુખ
પાના: 171
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી