લેખક: ધ્રુવ ભટ્ટ
પુસ્તકનું નામ: આજુખેલે
પાના: 248
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
લેખક પોતાના નિવેદનમાં નોંધે છે: "આ મારી આત્મકથા નથી. મેં દીઠેલાં, માણેલાં જીવનનાં સૌંદર્યોના સીધાં સાદાં વર્ણનો છે. મને મળેલાં લોકો, મેં દીઠેલાં અઢળક સૌંદર્યોની મુખ્ય ધારામાં વહેતા રહીને મેદાનમાં ઊતર્યા છીએ એની મોજની આ વાતો."
આ વખતે, આ ફેરે, કે આ દાવમાં તેવું કહેવા માટે નાનપણમાં લેખક 'આજુખેલે' શબ્દ વાપરતા તેની પરથી આ સ્મૃતિનવલનું નામ છે.
ચિત્રો અને ફોટોગ્રાફ્સથી શોભતા આ પુસ્તકની અમુક ઘટનાઓ ચાહકો માણી શકે તે માટે તેના વિડીયો બન્યા છે અને તે માટેના QR કોડ અહીં સમાવિષ્ઠ છે જેને સ્કેન કરીને વિડીયોનો આનંદ લઇ શકાશે.