હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો ચહેરાઓને સ્મિત પ્રદાન કર્યા બાદ પ્રસ્તુત પુસ્તકમાં સાંઈરામ આપણને ભરપૂર હસાવે છે. આપણી આજુબાજુ બનતી સાવ સામાન્ય ઘટનાઓના મંથનથી સાંઈરામ આપણને ચોંકાવનારું હાસ્ય આપી જાય છે. તેમના ધારદાર સેટાયર અને કેટલાક લેખોમાં હાસ્યની ફેન્ટસી વાચક માટે એક નવી દુનિયા ઉઘાડે છે. હસવા જેવું આ પુસ્તક હસી કાઢવા જેવું હરગિજ નથી. આમ પણ સ્મિતને કોઈ સરહદ નથી નડતી અને હાસ્ય એ વૈશ્વક ભાષા છે.
લેખક: સાંઇરામ દવે
પુસ્તકનું નામ: હસાયરામ
પાના: 176
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી