Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: અનિલ જોશી

પુસ્તકનું નામ: વાતવિસામો

પાના: 228

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે. તો બીજી તરફ ભાષાનાં બખડજંતર, બેશરમ મીડિયા અને બજારુ સભ્યતા તરફ લાલ આંખ કરી પોતાની નિસબત રજૂ કરે છે. ક્યારેક રખડપટ્ટી કરી રસ્તાને શણગારે છે, કદી માણસની ભીતર રહેલી બારી ખોલી આપે છે અને ક્યારેક એવા અંગત મિત્રોની શોધ પર નીકળે છે જેની સામે દિલ ખોલીને બોલી શકાય અને મળે `વાતવિસામો'. વિષય અને સંવેદનોના વૈવિધ્યથી સભર આ લેખોની શૃંખલામાંથી ચયન કરેલા અનિલ જોશીના ૧૦૧ પસંદગીના લેખોનો સંપુટ ‘વાતવિસામો’.

DETAILS


Title
:
Vaat Visamo
Author
:
Anil Joshi (અનિલ જોશી)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789392592980
Pages
:
-
Binding
:
-
Language
:
-