Home/ Detail Info
Back

ABOUT BOOK


જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા માંગતું હતું. તેમણે 17મી એપ્રિલે હર્ક્યુલ પોઇરોને પત્ર લખીને પોતાની શંકા વિષે જણાવ્યું પણ હર્ક્યુલ પોઇરોને આ પત્ર રહસ્યમય રીતે 28મી જૂનના રોજ મળ્યો. ત્યાં સુધીમાં તો મિસ અરન્ડલનું અવસાન થઈ ચૂક્યું હતું. હર્ક્યુલ પોઇરો આ પત્રથી પ્રેરાઈને મૃત્યુ પામેલી વ્યક્તિના અવસાનની તપાસ કરવાનું નક્કી કરે છે. શું હર્ક્યુલ પોઇરો આ મૃત્યુ પાછળનું રહસ્ય ખુલ્લું કરી શકશે? અંત સુધી રહસ્યના તાણાવાણા અતૂટ રાખીને વાચકને નાની મોટી અનેક ઘટનાઓ વચ્ચેથી આશ્ચર્યજનક અંત સુધી લઈ જતી આ રહસ્યકથા ફરી એકવાર રહસ્યની રાણી તરીકે જાણીતા અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો વાચકને પરિચય કરાવે છે. વિશ્વસાહિત્યના ઇતિહાસમાં ‘અગાથા ક્રિસ્ટી’ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો સૌથી વધુ સંખ્યામાં વંચાયા છે. તેમનાં પુસ્તકો દુનિયાની અનેક ભાષામાં પ્રકાશિત થયાં છે અને 200 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

DETAILS


Title
:
The Silent Voice
Author
:
Agatha Christie (અગાથા ક્રિસ્ટી)
Publication Year
:
2023
Translater
:
Nitin Bhatt
ISBN
:
9788119644339
Pages
:
263
Binding
:
Paperback
Language
:
Gujarati