લેખક: ધ્રુવ ભટ્ટ
પુસ્તકનું નામ: તત્વમસિ
પાના: 184
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
તત્વમસિ - ધ્રુવ ભટ્ટ તત્વમસિમાં નર્મદાના જંગલોમાં વસતા અને નર્મદાને શ્વસતા વનવાસીઓની સામાન્ય કહેવાતી વાતોમાં પડઘાય છે ભારતીય સંસ્કૃતિનો અમર જય ઘોષ. અહીં વાર્તા નાયકને કોઈ નામ નથી આપવામાં આવ્યું. તે આજના યુવા માનસનું પ્રતિક છે. તેની ડાયરીના થોડા અંશ નવલકથા સ્વરૂપે આલેખાયા છે. કથા નાયક મૂળ ભારતીય છે. વર્ષોથી અમેરિકામાં વસે છે. ત્યાં તેના પ્રોફેસર રૂડોલ્ફ તેને ભારત મોકલે છે અહીંના આદિવાસીઓ પર અભ્યાસ કરવા માટે. કારણ કે પ્રોફેસરને લાગે છે કે પૂરા વિશ્વમાં બે પ્રજા જ એવી છે કે જે સાંસ્કૃતિક રીતે ટકી રહીને, પરંપરાને જાળવી રાખીને વિકાસ કરી શકે છે; તે પ્રજા છે ભારત અને જાપાનની. એ પછી નાયક અમેરિકાથી આવે છે. પ્રો. રૂડોલ્ફની ઓળખીતી સુપ્રિયાને મળે છે. સુપ્રિયા નર્મદા તટના હરિખોહમાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી હોય છે. સુપ્રિયા સ્નાતક થયેલી છે. નાયક માણસને પણ સંશાધન માનતો હોય છે જ્યારે સુપ્રિયા મધમાખીને પણ સંશાધન માનવાનો વિરોધ કરે છે. સુપ્રિયાનો જીવનમંત્ર છે, હું બ્રહ્મ છું, તું પણ તે જ છે અને સર્વ જગત બ્રહ્મ છે.