એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો.
એકને પૈસા કમાવવા હતા.
બીજાને ક્રાંતિ કરવી હતી.
બંનેની સમસ્યા એક જ હતી. બંને એક જ છોકરીને પ્રેમ કરતા હતા.
`રૅવૉલ્યુશન ૨૦૨૦’માં તમારું સ્વાગત છે! આ કથા છે બાળપણનાં ત્રણ મિત્ર – ગોપાલ, રાઘવ અને આરતીની. જે પ્રેમ, ખુશી અને સફળતા મેળવવા મથે છે, પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધારે છે, એમાં આવાં સપનાં સહેલાઈથી પૂરાં થતાં નથી.
અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે પોતાની લડાઈ ચાલુ રાખી. છેવટે જીત કોની થશે?
બેસ્ટ સેલિંગ નવલકથાઓ – `૩ મિસ્ટક્સ ઑફ માય લાઇફ’ અને `૨ સ્ટેટ્સ’ના લેખક, ભારતના હૃદયસમા પ્રદેશમાંથી એક નવી, રોમાંચક કથા લઈને ફરી તમારી સામે આવ્યા છે તો તમે તૈયાર છોને રૅવૉલ્યુશન માટે?