Author : Dr. Nimit Oza (ડો . નિમિત્ત ઓઝા)
આ પુસ્તક કોઈ ઉપદેશ, સલાહ, કે ફિલોસૉફી નથી. એક રોજનીશી છે. જિવાયેલી અને અનુભવેલી ક્ષણોનો દસ્તાવેજ છે. આત્મમંથનની અગાશી પર ઊભા રહીને પાડેલો સાદ છે. ડાયરી ક્યારેય ઉપદેશ કે આદેશ નથી આપતી. એ અનુબંધ અને આત્મીયતા આપે છે. ડાયરી કોઈ સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતી, પણ એની સાથે જીવતા ચોક્કસ શીખવાડી શકે છે. રોજનીશી લખવાથી જીવન ઘણું સહ્ય બની જાય છે. આ રોજનીશીનાં પાનાંમાં તમને કદાચ તમારી સમસ્યાનો ઉકેલ કે પ્રશ્નનો જવાબ નહીં જડે, પણ એ ઉકેલાય નહીં ત્યાં સુધી ધીરજ અને આસ્થાપૂર્વક બેસી રહેવાની હિંમત કદાચ જડી જાય. બસ, રોજનું એક પાનું. જીવનની ભાગદોડમાંથી જાત માટે ચોરી લીધેલું રોજનું એક પાનું આપણા ઉદ્ધાર માટે પર્યાપ્ત છે.