Author : Sudha Murty (સુધા મૂર્તિ)
લેખક: સુધા મૂર્તિ
પુસ્તકનું નામ: ગોપી વહાલની દુનિયામાં
પાના: 68
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા...
ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે હવે સજ્જ છે ગોપી. અને ત્યાં જ આવે છે ગોપીના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ!!!
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે.
સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાંઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાંઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.