ઍલ્કેમિસ્ટ
દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ’ એવું જ એક અદ્ભુત પુસ્તક છે.
આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયેલું છે.
આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુક્નોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.
ઍલ્કેમિસ્ટમાંથી મને શીખવા મળ્યું છે કે – ખુદમાં વિશ્વાસ રાખો અને યાત્રા ચાલુ રાખો.
મલાલા યુસુફઝાયી [નૉબલ પુરસ્કાર વિજેતા]
* * *
પૉલો કોએલોના શબ્દોમાં આપણને વિશ્વાસ બેસે છે. એ શીખવે છે કે મક્કમ મનોબળ, પ્રેમ અને ઈચ્છાશક્તિથી આપણે આપણું અને બીજાં અનેક લોકોનું ભવિષ્ય બદલી શકીએ છીએ.
બરાક ઓબામા [અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ]
* * *
પૉલોને હું મારાં શ્રેષ્ઠ શિક્ષક માનું છું. આજે પણ ઍલ્કેમિસ્ટને હું ઓશીકે રાખું છું.
ઓપ્રા વિનફ્રે [કલાકાર]
* * *
સમગ્ર વિશ્વ અને વિવિધ સંસ્કૃતિના લોકોને સ્પર્શતી પૉલોની અજોડ આવડતને તેમને વિશ્વદૂત બનાવ્યા છે.
બાન કી-મૂન [UN સેક્રેટરી જનરલ]
* * *
જીવનમાં ફોકસ થવા માંગતી દરેક વ્યક્તિ માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.
રસેલ ક્રો [કલાકાર]