‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલૉસૉફીમાં જીવતું એકેએક પાત્ર તમારી અંદર પણ ક્યાંક ધબકવા લાગશે. વાચકને હળવાશથી દોરી જતી આ કથા એક રોમાંચક લયમાં વહ્યા કરે છે અને કથાના ટર્ન અને ટ્વિસ્ટ આંચકાઓ આપતાં રહે છે. સંબંધોનું સત્ત્વ આંખના ખૂણા ભીના કરે છે. એક કથામાં હોવાં જોઈએ એવાં તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક અલગ અંદાજ, નવો મિજાજ અને રોમાંચક વાત કહેતી આ કથા તમામ ચાહકોને ગમશે જ એવી શ્રદ્ધા છે.
લેખક: જ્યોતિ ઉનડકટ
પુસ્તકનું નામ: આગનો અજંપો
પાના: 246
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી