Home/ Detail Info
Back

ABOUT BOOK


3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ

સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બધાં ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે ? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે?

સાચા બનાવો ઉપર આધારિત, આ સદીના શ્રેષ્ઠ લેખકની રોમાંચક એવી આધુનિક ભારતની આ નવલકથા છે. ચેતન ભગત તેમાં એક સમગ્ર પેઢીની એકલતા અને વિચારોને પ્રગટ કરે છે.

આ એક એવી નવલકથા છે જે પ્રકાશિત થતાં જ માત્ર પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ ધરાવે છે. આજની યુવાપેઢીમાં ચેતન ભગત સૌથી વધુ વંચાતા લેખક છે.

DETAILS


Title
:
3 Mistakes Of My Life
Author
:
Chetan Bhagat (ચેતન ભગત)
Publication Year
:
2023
Translater
:
Haresh Dholakiya
ISBN
:
9789388882293
Pages
:
224
Binding
:
Paperback
Language
:
Gujarati