Author : Parul Khakkhar (પારુલ ખખ્ખર)
લેખક: પારુલ ખખ્ખર
પુસ્તકનું નામ: પ્રલંબ રાસની કથા
પાના: 95
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
એક પગલું સાધના તરફ...
સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમ ઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી રહી છે. પેલું બુલબુલ હજુયે ‘એય... પારુ' ‘એય... પારુ’ કહીને ટહુકા કરી રહ્યું છે. ઘાસ મઢેલી ટેકરીઓ પર ગોવાળ હજુયે ગુલાબી છાંટણાવાળાં ઘેટાં ચરાવી રહ્યો છે, ગાયના ગળે બાંધેલી ઘૂઘરીઓ હજુયે રણકી રહી છે. સાધિકા આ સમગ્ર દૃશ્યનો એક ભાગ હોવા છતાં સાવ અલિપ્ત થઈને ઊભી છે. એ સ્થિર હોવા છતાંય ગતિમાન છે, એ જાત સાથે હોવા છતાં જાતથી અળગી છે એ મારાથી માત્ર એક જ ડગલું દૂર છે.
હું એના તરફ જવા માટે પહેલું પગલું જમીન પર મૂકું છું એ સાથે જ રૂમ નંબર નવની સાધિકા બે હાથ ફેલાવીને મારામાં સમાઈ જાય છે અને હું લીલીછમ ઓઢણીવાળી ધમ્મસાધિકા બની જાઉં છું.
– પારુલ ખખ્ખર