લેખક: કાન્તિલાલ પટેલ
પુસ્તકનું નામ: Maths પાવર
પાના: 152
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે.
ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ પડે તો તેનામાં ગાણિતિક વલણો કેળવાય છે. તેની તર્કશક્તિનો વિકાસ થાય છે. તેની ઉકેલશક્તિ, વિચારશક્તિ, ચિંતનશક્તિ વિકસે છે. વિચારોના વિકાસમાં સાચાખોટાની તારવણી, ખંત, ચોકસાઈ, ધીરજ, સ્વચ્છતા, સુઘડતા જેવા ગુણો વિકસે છે.
આજે ભણતર કરતાં ગણતરનું મહત્ત્વ વધુ છે. આવા ગણિતને લગતાં પુસ્તકો ગણિતના અભ્યાસમાં મદદરૂપ થઈ પડે છે અને તેથી પાઠ્યપુસ્તકના ગણિતનો અભ્યાસ સહેલાઈથી સમજી શકાય છે. ગણિત ભણવા ભણાવવામાં આવાં ‘Maths પાવર’ જેવાં પૂરક પુસ્તકો અગત્યનો ભાગ ભજવી જાય છે. વિદ્યાર્થી અપેક્ષિત સ્તરે સિદ્ધિ મેળવી શકે છે. ગણિતશિક્ષણ માટેની માર્ગદર્શક પદ્ધતિ આવા Maths પાવરમાંથી મળી આવે છે. દરેક વિદ્યાર્થીએ ગણિતમાં Mastery પ્રાપ્ત કરવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.