Author : Anupam Kher (અનુપમ ખેર)
અનુપમ ખેરની જીવનકથા કોઈ મોટી મસાલા બોક્સઓફિસ હિટ ફિલ્મથી કમ નથી. એમાં ડ્રામા છે, કોમેડી છે, રોમાન્સ છે અને એક્શન પણ છે! કોને ખબર હતી કે એક નાના સેન્ટર શિમલાનો છોકરો એક દિવસ વિશ્વના સૌથી નોંધનિય એક્ટર્સ પૈકીનો એક બની જશે અને સિનેમામાં પોતાના પ્રદાન બદલ અનેક રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવશે?
આ ટેલેન્ટના પાવરહાઉસના નામે 530થી વધુ (અને હજુ સફર તો ચાલુ જ છે.) ફિલ્મો બોલે છે. અનુપમ ખેર માત્ર એમની આઈકોનિક ટાલના કારણે જ નહીં, પણ પોતાના બેબાક વિચારો અને મંતવ્યો માટે પણ જાણીતા છે, એ વાત અલગ છે કે એ વિવાદાસ્પદ પણ હોઈ શકે છે. તેઓ કાયમ બધાંથી અનોખા અને 'ઓફબીટ' રહ્યા છે. એમની આત્મકથા પણ એવી જ છે... ના, માત્ર એમના જીવનના વધુ એક ક્રમબદ્ધ વૃતાંત તરીકે નહીં. એ તો છે જ પણ એ ઉપરાંત એમાં જીવનના અતૂલ્ય બોધપાઠ પણ છે, જે દરેક ઉગતા કલાકાર તેમજ દરેક આમઆદમીને કામ આવે એવા છે.
ખરા અર્થમાં જિનિયસ અને સદાબહાર એન્ટરટેનર અનુપમ ખેરના જીવનનો આ એક કેલિડોસ્કોપીક વ્યૂ છે.
એક અસાધારણ, રસપ્રદ અને કોઈ સીમાઓમાં ન બંધાયેલી આ એક એવી મહાગાથા છે જે સિનેમાની અનેક પડદાં પાછળની ઘટનાઓ અને કિસ્સાઓ ઉજાગર કરે છે અને જીવનના અમૂલ્ય પાઠ પણ ભણાવે છે.