લેખક: કૃષ્ણકાંત ઉનડકટ
પુસ્તકનું નામ: વાર્તા વર્લ્ડ
પાના: 200
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ આમ તો વાર્તાઓ જ હોય છે. આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત ઉનડકટની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’માં વચ્ચે આવતી કેટલીક અનોખી અને દરેકને સ્પર્શે એવી વાર્તાઓ લેવામાં આવી છે. દરેકમાં કંઈક મૅસેજ છે અને કંઈક એવું છે જે દરેકને પોતીકું લાગે. આ પુસ્તકની વાર્તાઓ તમને ગમશે જ એવી શ્રદ્ધા છે.