તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસારધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે.
જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે, અને તે પછી તમારી જિંદગી અદભુત થઈ જશે. જીવનનો જાદુ ભલે શરૂ થાય.