Author : Gaur Gopal Das (ગૌર ગોપાલ દાસ)
‘તમારા મન ઉપર નિયંત્રણ મેળવવું તે તમારા સુખી અને સંતોષપ્રદ જીવન માટેની એક મહત્ત્વની ચાવી છે. આ પુસ્તક અદ્ભુત રીતે તમારા મનની વિવિધ યુક્તિઓ બાબતે તમને સમજણ આપે છે અને તેના તમારી ઉપરના નિયંત્રણમાંથી મુક્ત થવા માટેની એક અનોખી આંતરસૂઝ પૂરી પાડે છે.’ – જય શેટ્ટી
તમારા મન ઉપર નિયંત્રણ મેળવો અને તમારા જીવન ઉપર પણ નિયંત્રણ મેળવો. આ પુસ્તકમાં સૌથી વધુ વેચાણ વિક્રમ ધરાવતા લેખક અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન માટેના માર્ગદર્શક ગૌર ગોપાલ દાસ, આપણું મન કઈ રીતે કામ કરે છે તે સમજાવે છે. તેઓ પોતાની રમૂજી શૈલીમાં, આપણા પોતાની સુખાકારી માટે, આપણા મનને કઈ રીતે સમજવું અને તેને કઈ રીતે શિસ્તબદ્ધ અને નિયંત્રિત રાખવું તે સમજાવે છે. સમગ્ર પુસ્તકમાં તેઓએ વિવિધ પદ્ધતિ મુજબના અભ્યાસ, ધ્યાન/ચિંતન માટેની વિવિધ રીતો અને અન્ય નોંધપોથીઓના નમૂનાઓ દર્શાવ્યા છે, જે દ્વારા આપણે આપણા વિચારો અને કાર્યો ઉપર નિયંત્રણ મેળવી શકીએ અને આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ. જે લોકો પોતાના જીવનને સંપૂર્ણ અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવા માંગતા હોય અને પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ અને શાંતિસભર બનાવવા માંગતા હોય તેમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું.