સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો દૃષ્ટિકોણ સમજાવતું ગુજરાતી ભાષાનું આ પ્રથમ પુસ્તક છે. સમર્થ અને સંવેદનશીલ સર્જક અને પત્રકાર દિવ્યાશા દોશીએ ગરિમાપૂર્ણ રીતે સ્ત્રીના મનની અંદર જઈને તેની લાગણીઓને વાચા આપી છે. દરેક પુરુષ અને સ્ત્રીએ અનિવાર્યપણે વાંચવા જેવું આ પુસ્તક પરિવારમાં અનેરો સ્નેહ અને ઉત્સાહ લાવી દેશે એમાં કોઈ શંકા નથી. ----- દિવ્યાશાબહેને અહીં માત્ર ‘સેક્સ’ જ નહીં બલકે પ્રેમ, રોમાન્સ, દાંપત્યજીવન, સામાજિક વલણો જેવાં આનુષાંગિક પાસાંને પણ ઉજાગર કર્યાં છે, જે સેક્સને મનોદૈહિક-સમાજિક ફીનોમીનન હોવાનું પ્રતિપાદિત કરે છે. વાચકોની સાથે વાત કરીને તેમના જાતીય જીવનની તરાહો – અધૂરપો – સમસ્યાઓને સરળ ભાષામાં રજૂ કરી લેખિકાએ નવી કેડી કંડારી છે.
ડૉ. મુકુલ ચોક્સી સાઇકોલૉજિસ્ટ અને સેક્સથૅરપિસ્ટ
જે સમાજમાં આ શબ્દ (સેક્સ) બોલવામાં પણ જ્યાં લોકોને સૂગ ચઢતી હોય ત્યાં આવા વિષય પર કોઈ ગુજરાતી ભાષામાં લેખ લખવાની હિંમત કરી શકે ખરું? એ પણ એક સ્ત્રી લેખિકા? આ હિંમત કરી છે જાણીતાં પત્રકાર અને કૉલમનવેશ દિવ્યાશા દોશીએ. આ પુસ્તકમાં ખૂબ જ અદ્ભુત રીતે આપણી આજબાજુ બનતા (સેક્સની બાબત) બનાવો અને અસર તથા જરૂરિયાત વિશે ઘણું કહેવાયું છે.
નિલેશ દવે તંત્રી, ‘મુંબઈ સમાચાર’
લેખક: દિવ્યાશા દોશી
પુસ્તકનું નામ: શેડસ ઓફ સેકસ
પાના: 160
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી