Author : Dr. Kanti Rami (ડૉ. કાન્તિ રામી)
લેખક: ડૉ. કાન્તિ રામી
પુસ્તકનું નામ: પ્રાર્થનાની પળોમાં
પાના: 132
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
પ્રાર્થનાની શક્તિ
આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને બે હાથ જોડીને ઈશ્વર સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતા જોયા હોય છે. આવા સમયે અનેક લોકોને એવો પણ સવાલ થાય કે શું પ્રાર્થના કરવાથી ખરેખર કોઈ ફાયદો થાય?
દુનિયાની દરેક સંસ્કૃતિ, સમાજ કે ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું હશે એટલે એ વિચારમાં કંઈક તો સત્ત્વ હશે એમ માનવું જ રહ્યું.
સૌએ સ્વીકાર્યું છે કે પ્રાર્થના જીવનનું બળ છે. વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને સાચા, ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઉપર ઊંચકી જઈ એક મહત્ ચૈતન્ય સાથે સંબંધ જોડી આપે છે અને જેનાથી વ્યક્તિને જીવનમાં શાતાનો અનુભવ થાય છે અને ઉકેલ તરફ જવાની દિવ્ય પ્રેરણા મળે છે.
પ્રાર્થનાના સ્વરૂપ અને ઉદ્દેશ માટે અનેક સવાલો જિજ્ઞાસુ મનમાં જાગતા રહે છે. પ્રાર્થના એ અંગત બાબત છે કે સામુદાયિક, પ્રાર્થનામાં કર્મકાંડ-વિધિવિધાન જરૂરી ખરાં કે નહીં, પ્રાર્થના સંકટ સમયની સાંકળ છે કે નિત્યપાઠની રૂઢિ, પ્રાર્થના પોતાના ઇષ્ટદેવને જ સમર્પિત કે પછી સર્વધર્મ પ્રાર્થના સમું એનું કોઈ વ્યાપક સ્વરૂપ સ્વીકાર્ય – આવા ઘણા સવાલોનો સરળ ઉકેલ અહીં સંગ્રહાયેલા લેખોમાંથી મળી રહેશે. એ દૃષ્ટિએ આ નાનકડું-રૂપકડું પુસ્તક સૌને ઘણું ઉપયોગી નીવડશે.