Author : Prashant Gupta (પ્રશાંત ગુપ્તા)
Microsoftના મહારથી – બિલ ગેટ્સ
પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉદ્યોગજગતનો પણ નિયમ છે. સૉફ્ટવૅરની દુનિયાની સીમાઓ વધારીને આવતી કાલની પેઢી માટે કશુંક મહત્ત્વનું પ્રદાન કરવું એ જ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આ પ્રતિભાશાળી વ્યક્તિએ નાનપણથી જ પારખી લીધેલો. તેઓ કહે છેઃ સુખ એટલે તમે જે મેળવી શકો છો એની ઇચ્છા, પણ સફળતા એટલે તમારે જે જોઈએ છે તે મેળવવું.
‘જ્યાં સુધી તમે આપતા રહેશો ત્યાં સુધી તમને મળતું રહેશે’ એ સૂત્રને બિલ ગેટ્સે શિક્ષણક્ષેત્રે અને આરોગ્યક્ષેત્રે દાનના પ્રવાહથી ચરિતાર્થ કર્યું છે.
Microsoftના વિરાટ સામ્રાજ્યના પાયામાં રહેલાં વિઝનરી બિલ ગેટ્સના જીવન અંગેની ઘણી જ પ્રેરણાત્મક વાતો તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે.
કમ્પ્યૂટરથી કર્ણ સુધીની સફરના મહારથી એટલે બિલ ગેટ્સ!