લેખક: વિલિયમ એચ. મેકરેવન
પુસ્તકનું નામ: મેક યોર બેડ
પાના: 108
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
17 મે, 2014ના રોજ એડમિરલ વિલિયમ એચ. મૈકરેવને ઑસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના સ્નાતકના વિદ્યાર્થીઓને સત્રના પહેલા દિવસે સંબોધિત કર્યા. યુનિવર્સિટીના સૂત્ર ‘જેની શરૂઆત અહીંથી શરૂ થાય છે, તે વિશ્વને બદલી નાંખે છે’ થી પ્રેરણા લઈને તેમણે નેવી સીલની ટ્રેનિંગ દરમિયાન શીખેલા દસ સિદ્ધાંતોની વાત કરી. આ સિદ્ધાંતોએ તેમને માત્ર ટ્રેનિંગ અને નૌસેનાની લાંબી કારકિર્દીમાં જ નહીં, પરંતુ તેમના આખા જીવન દરમિયાન આવેલા પડકારોને દૂર કરવામાં મદદ કરી. તેમણે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાનામાં અને દુનિયામાં સારા પરિવર્તન લાવવા માટે આ બોધપાઠોનો ઉપયોગ કરી શકે છે.