લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો.
આ પુસ્તક વાંચીને લાખો-કરોડો લોકોએ તેમની જિંદગી સુધારી છે... સફળતા મેળવી છે. ઉચ્ચ વિચારોનું જાદુ વાંચીને તમે શીખી શકો છો કે શ્રેષ્ઠ નોકરી કેવી રીતે મેળવી શકાય છે અને વધુ પૈસા કેવી રીતે કમાઈ શકાય છે. તેનાથી પણ મોટી વાત એ છે કે આના દ્વારા સુખી અને સંતુષ્ટ કેવી રીતે રહી શકાય તે પણ જાણી શકાય છે.
ઉચ્ચ વિચારોનો જાદુ માત્ર પોકળ વાયદા નથી કરતી, પણ તમને જિંદગીમાં કામ આવે તેવી પ્રેક્ટિકલ પદ્ધતિઓ શીખવે છે. ર્ડા. શ્વાર્ટ્ઝે જે રસ્તા બતાવ્યા છે તેના ઉપર ચાલીને તમને સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકો છો પછી ભલેને તમારું લક્ષ્ય સારી નોકરી હોય, સુખી પરિવાર હોય કે સફળ સામાજિક જીવન જ કેમ ન હોય.
તેઓએ એ સાબિત કરી બતાવે છે કે, મોટી સફળતા માટે અસાધારણ બુદ્ધિક્ષમતા કે પ્રતિભાની જરૂર નથી, તેના માટે તમારે માત્ર વિચારો ઉચ્ચ રાખવાની જરૂર છે. આ પુસ્તક તમને શીખવે છે કે તમે કેવી રીતે તમારા વિચારોને ભવ્ય બનાવી શકો છે અને સફળતાના શિખરો સર કરી શકો છો.