Home/ Detail Info
Back

ABOUT BOOK


વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા, અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા માટે ગઝલની દુનિયામાં અનન્ય સ્થાન પામનાર શાયર અસદ ઉલ્લાખાન બેગ ‘ગાલિબ’ના તખલ્લુસથી મશહૂર છે. પોતાની આ જ વિશેષતાઓના કારણે ગાલિબની ગઝલો કાલાતીત બની છે અને દરેક સમયના વાચકને આકર્ષે છે.


ગાલિબની ગઝલોને સામાન્ય વાચક સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી પરષોત્તમ રાઠોડ તેના દરેક શેરનો વિસ્તૃત ગુજરાતી અનુવાદ કરે છે.

સંદર્ભો તેમ જ ઉર્દૂ શબ્દસમૂહોની સમજૂતી સાથે સરળ ગુજરાતીમાં થયેલો આ અનુવાદ મિર્ઝા નૌશા ઉર્ફે મિર્ઝા ગાલિબના દરેક શેરનો રસાસ્વાદ કરવા માટે વાચકને મદદરૂપ થાય છે. ગાલિબના મિજાજને અકબંધ રાખી થયેલો આ ગુજરાતી અનુવાદ મિર્ઝા ગાલિબની ઉર્દૂ ગઝલોને લોકભોગ્ય બનાવે છે. આ સંગ્રહમાં સામેલ છે પોતાના ૬૦ વર્ષના જીવનકાળ દરમિયાન ગાલિબ દ્વારા લખાયેલા અંદાજે ૪૨૦૯ શેરોમાંથી ચૂંટેલા ૧૮૦૨ શેરોવાળી ૨૩૫ ગઝલો.

DETAILS


Title
:
Diwan E Galib
Author
:
Mirza Galib (મિર્ઝા ગાલિબ)
Publication Year
:
2024
Translater
:
પરષોત્તમ રાઠોડ
ISBN
:
9788197904196
Pages
:
154
Binding
:
Paperback
Language
:
Gujarati