લેખક: બાબુ સુથાર
પુસ્તકનું નામ: અન્યત્ર
પાના:190
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
આર્જેન્ટીનાનાં લેખક એરિયલ ડોર્ફમેનની નવલકથા “The Rabbit’s Rebellion” સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા છે. પોલીશ લેખક જાનુસ્ઝ કોરાઝાકેની નવલકથા “King Matt The First”માં એવી કલ્પના છે કે એક બાળક રાજા બને તો શું થાય? બ્રિટીશ લેખિકા ક્રીસ્તીના સ્વિનેય બાઈર્દની નવલકથા “The end of men”ની કથાવસ્તુ એક એવા વિશ્વને કલ્પે છે જેમાં એક રોગનો ચેપ માત્ર પુરુષોને જ લાગે છે અને એમના વિનાશ પછી સત્તા સ્ત્રીઓના હાથમાં આવે છે. ક્રાંતિકારી વિચારો અને વિદ્રોહનાં સૂર ધરાવતી આવી પ્રયોગશીલ અને રાજકીય કથાવસ્તુ ધરાવતી વિશ્વપ્રસિદ્ધ નવલકથાઓનો પરિચય અને આસ્વાદ કરાવે છે ફિલાડેલ્ફિયા સ્થિત લેખક બાબુ સુથાર પોતાના નવાં પુસ્તક “અન્યત્ર” દ્વારા.